Ahmedabad News: માર્ચ મહિનો પૂરો થવામાં છે ત્યાંજ અમદાવાદમાં આગ વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે અમદાવાદ 40 ડિગ્રી ગરમીમાં શેકાયું હતું. અમદાવાદમાં આજે તાપામન 41 ડિગ્રીને પાર જઈ શકે છે, જ્યારે 30 માર્ચથી બે એપ્રિલ દરમિયાન પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે.

