Home / Gujarat / Banaskantha : History of Banaskantha Vav Assembly Constituency

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકનો ઇતિહાસ, ભાજપ-કોંગ્રેસ માટે પેટાચૂંટણી બની પ્રતિષ્ઠા સમાન

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકનો ઇતિહાસ, ભાજપ-કોંગ્રેસ માટે પેટાચૂંટણી બની પ્રતિષ્ઠા સમાન

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસની જીતથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઇ રહી છે.કોંગ્રેસને આ બેઠક જાળવી રાખવા તેમજ ભાજપને આંચકી લેવા રાજકીય ગણીત સાથે ઉમેદવારોની પસંદગી અંતિમ તબક્કામાં કરી છે. ચૂંટણી લડવાની જાહેરાત કરનાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન જાહેર કરતાં હવે આ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ જામ્યો છે. ઠાકોર મતદારોના બાહુલ્યવાળી આ બેઠક ઉપર મતદારો પોતાનો પ્રતિનીધિ ચૂંટવા ક્યા પક્ષના ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળે તે જોવું રસપ્રદ બન્યું છે.

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે જાતિવાદી મતબેંક  કબજે કરવા સ્વરૂપજી ઠાકોરની સતત બીજીવાર પસંદગી કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે, 2022ની ચૂંટણીમાં વાવ બેઠકમાં ભાજપની ટિકિટ મેળવી સ્વરૂપજી કોંગ્રેસના ગેનીબેન સામે ઓછા મતથી હારી ગયા હતા. 

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.