Home / Gujarat / Porbandar : A bogus doctor without a degree was caught from Porbandar

પોરબંદરમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, ચલાવતો હતો દવાખાનું

પોરબંદરમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, ચલાવતો હતો દવાખાનું

પોરબંદરમાં નકલી ડોક્ટરોનો પોલીસ પર્દાફાશ કરી રહી છે. ત્યારે વધુ એક ડોક્ટરની રાણાકંડોરણા ગામેથી ધરપકડ કરી છે. છેલ્લા બે માસથી નિરવ મહેશભાઈ રાવલ નામનો વ્યક્તિ દુકાનમાં દવાખાનું ચલાવી રહ્યો હતો. આરોપી પાસેથી અલગ અલગ જાતની કેપ્સૂલ તથા ઇંજેકશનો વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે. પોરબંદર એસ.ઓ.જી.ને રાણા કંડોરણામાં બોગસ ડોક્ટર હોવાની માહિતી મળતાં સમગ્ર કાર્યવાહી કરાઈ હતી. 

પોતાની પાસે કોઈ જ જરૂરી મેડિકલ ડીગ્રી નહીં હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરીને મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા નિરવ મહેશભાઈ રાવલ  નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે. એ.એસ.આઇ રવિન્દ્રભાઈ ચાઉ તથા પો.હેડ.કોન્સ. મોહીતભાઈ ગોરાણીયાને બાતમી મળેલ આધારે રાણાકંડોરણા ગામે દુકાનમાં પોતાનું દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો હતો.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.