ઉનાળાની ઋતુમાં બજાર કેસરથી માંડીને તોતાપુરી, હાપુસ જેવી અનેક પ્રકાર કેરી આવે છે. કેરી ટેસ્ટી હોવા ઉપરાંત પોષણથી પણ ભરપૂર હોય છે અને તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જો કે, બજારમાં લોકો કેમિકલથી પાકેલી કેરીઓ પણ વેચે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેનાથી કેરીના સ્વાદ પર પણ અસર થાય છે. કેરી કુદરતી રીતે પાકી છે કે કેમિકલ વડે પકવવામાં આવી છે તે ઓળખવું ખૂબ જ જરૂરી છે.

