દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સીએમની તેમના નિવાસસ્થાને બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન ઈડીના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર હતા. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન કેજરીવાલની લીગલ ટીમે હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાત્રે 11.50 પછી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

