
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવે તાજેતરમાં IPL પછી તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી. લખનૌમાં થયેલી આ સગાઈના ઘણાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કુલદીપ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો છે જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. પરંતુ કુલદીપ યાદવે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની સગાઈના ફોટા ડિલીટ કરી દીધા છે.
જણાવી દઈએ કે, કુલદીપ યાદવે ઈન્સ્ટાગ્રામ પર પોતાની મંગેતર સાથેનો ફોટો શેર કર્યો હતો, જે તેણે થોડા સમય પછી ડિલીટ પણ કરી દીધો હતો. 4 જૂને કુલદીપ યાદવની સગાઈમાં ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી. ડિલીટ કરેલા ફોટામાં કુલદીપ યાદવ કાળા સૂટમાં ખૂબ જ ડેશિંગ દેખાતો હતો. જ્યારે તેની મંગેતરે સફેદ ગાઉન પહેર્યો હતો. કુલદીપે ઈન્સ્ટાગ્રામ પરથી આ ફોટા કેમ હટાવ્યા તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ લોકો સોશિયલ મીડિયા પર આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
https://twitter.com/aaraynsh/status/1934472708118712697
ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો છે કુલદીપ
કુલદીપ યાદવ હાલમાં ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ સાથે પાંચ ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. કુલદીપ યાદવની ભૂમિકા આમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આ ટીમ પાસે અશ્વિન જેવા અનુભવી બોલર નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ સિરીઝ પહેલા ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટઃ 20-24 જૂન, 2025 - હેડિંગ્લી, લીડ્સ
2જી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંગહામ
3જી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન
4થી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
5મી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ધ ઓવલ, લંડન