Home / : Vijay Mallya..please dont call me a thief

Business Plus : વિજ્ય માલ્યા..પ્લીઝ મને ચોરના કહો

Business Plus : વિજ્ય માલ્યા..પ્લીઝ મને ચોરના કહો

બજારની વાત 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિજય માલ્યા તેની ચાર કંપનીઓ માટે લોન લીધી હતી. જેમાં કિંગફિશર એરલાઇન્સ, યનાઇટેડ બ્રેવરીસ, કીંગફિશર ફિનવેસ્ટ અને વિજય માલ્યાના નામનો સમાવેશ થાય છે. વિજય માલ્યા પર ભાગેડુનું લેબલ વાગી ચૂક્યું છે. એવો દાવો થઇ રહ્યો છે કે વિજય માલ્યા પાસે ૯૦૦૦ કરોડ રૂપિયા બેંકોને લેવાના હતા તેમાંથી ૬૨૦૩ કરોડ જેવી રકમ વસૂલ કરાઇ છે. જોકે માલ્યા એવો દાવો કરે છે કે મારી પાસેથી ૧૪,૦૦૦ કરોડજ વસૂલ કરાયા છે. મારે કેટલા ચૂકવવાના છે એવું કોઇ સ્ટેટમેન્ટ બેંકોએ મને નથી આપ્યું. માલ્યા કહે છે કે પ્લીઝ મને ચોરના કહો, ભાગેડુ કહી શકો છો.

ભારતની સિલીકોન વેલી એટલે બેંગલુરૂ

ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇન્ડેક્સમાં ભારતની સિલીકોન વેલી મનાતું બેંગલુરૂ ચૌદમા સ્થાન પરથી સીધુંજ છઠ્ઠા નંબર પર આવી ગયું છે. AI અને મશીન લર્નીંગ સાથે સંકળાયેલો ૧૧ લાખ જેટલા નિષ્ણાતો બેંગલુરૂમાં છે. નવી ટેકનોલોજી સાથે AI ને કેવી રીતે સાંકળી લેવું વગેરે આ નિષ્ણાતો સમજાવી શકે છે જેના કારણે ભારત હવે પેરિસ, ફિલાડેલ્ફીયા, સીયેટલ અને શિકાગો જેવા દેશોથી આગળ છે એમ કહી શકાય. ઇનોવેશન ક્ષેત્રે ભારતે મેળવેલી નામના મજબૂત બની રહી છે. ઇન્ડેક્સમાં પહેલે સિલિકોન વેલી આવે છે , બીજે ન્યુયોર્ક અને ત્રીજે બોસ્ટન આવે છે.     

ઇન્ટરનેટના ધાંધિયા

વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટના ધાંધીયાના કારણે બહુ વપરાતા ગુગલ, સ્પોટીફાય અને  ડિસ્કોર્ડ જેવા બહુ વપરાતા પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા અટવાઇ ગયા હતા. ગયા ગુરૂવારે બપોરના કેટલાક કલાકો માટે ઇન્ટરનેટના ધાંધિયાા જોવા મળ્યા હતા. હવે જ્યારે અનેક રોજીંદા કામો ઇન્ટરનેટ આધારીત બની ગયા છે ત્યારે વપરાશકારો અટવાઇ ગયા હતા. બેંકના કામો, યુપીઆઇના કામો વગેરે ઠપ થઇ ગયા હતા. ઇન્ટરનેટ બંધ થવાથી કોમ્યુનિકેશન પર સીધી અસર થઇ હતી. કહે છે કે ગુગલ ક્લાઉડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ભંગાણ સર્જાયું હતું. જોકે કેટલાક કલાકો પછી બધું પૂર્વવત થઇ ગયું હતું.

વેલડન ઝોમેટો

ગ્રીન ફૂડ ડિલીવરી માટે પ્રયાસ કરનાર ઝોમેટો કંપનીએ ૪૫,૦૦૦ મેટ્રીક ટન જેટલો પ્લાસ્ટીક કચરો રીસાઇકલ કર્યો છે. પેકેજીંગ ઉદ્યોગ માટે પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ બહુ સમસ્યા જનક રહ્યો છે. ઇ કોમર્સ અને ક્વિક કોમર્સનો વ્યાપ વધતાં તેમના માટે પણ પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ મહત્વનો બન્યો હતો. ઝોમેટોએ ચેલેનજ ઉપાડી લઇને પહેલાં પ્લાસિટીકનો વપરાશ ધટાડયો હતો અને પછી પ્લાસ્ટીક વેસ્ટનું રીસાઇકલીંગ શરૂ કર્યું હતું. અન્ય કંપનીઓને ઝોમેટોએ નવો રાહ ચીંધ્યો છે.

ભારતમાં પોડકાસ્ટ રિવોલ્યુશન

ભારતમાં પોડ કાસ્ટનું માર્કેટ આશ્ચર્યજનક રીતે આગળ વધી રહ્યું છે. લોકો પોડકાસ્ટ સાંભળવાનું વળગણ હોય એમ લાગી રહ્યું છે. લોકો પોતાના પ્રિય લેખક, ગમતું મ્યુઝિક, ઇન્ફ્લ્યએન્સરના વિચારો, ન્યૂઝ અને સમિક્ષા વગેરે સાંભળવા ટેવાઇ ગયા છે. જેને પોડકાસ્ટ રિવોલ્યુશન કહે છે. તેના પગલે ભારત વિશ્વમાં સાંભળનારાઓનું ત્રીજા નંબરનું માર્કેટ બની ગયું છે. જેમાં પહેલે ચીન અને બીજે અમેરિકા આવે છે.  કોરોના કાળમાં પોડકાસ્ટ વધુ ઉપયોગમાં લેવાતું હતું. ભગવદ્ ગીતા પણ સૌથી વધુ લોકો સાંભળે છે.

આઇફોનની ગ્લોબલ સપ્લાય ચેઇન 

મેઇડ ઇન ઇન્ડિયા ઓઇફોન બનાવવા માટે ટાટા અને ફોક્સકોન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. જેના કારણે એપલના આઇફોન માટેની ગ્લોબલ સપ્લાય ચેઇન વધુ અસરકાર બનશે. ભારતમાં બનતા આઇફોનના ઉત્પાદનની સંખ્યા વધીને મે-૨૦૨૫માં ૧૫,૦૦૦ કરોડ પર પહોંચી હતી. એટલે જ કહે છે કે ભારત આઇફોનના ઉત્પાદન માટેનું ગ્લોબલ હબ બની જશે. એપલ તેની એક સમયની સપ્લાય ચેઇન ચીનને દુર કરીને તેને ભારતમાં ઉભી કરી છે.  આઇફોનના માલિકો અને એમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પ વચ્ચે કોલ્ડ વોર ચાલે છે. ટ્રમ્પે ભારતમાં આઇફોનનું ઉત્પાદન ભારતમાં નહીં કરવા કહ્યું હતું પરંતુ તેમની વાત ફગાવી દેવાઇ હતી. 

ફોર્બ્સ કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપ

ફોર્બ્સ મેગેઝીને વિશ્વની ૨૦૦૦ મોટી કંપનીઓની યાદી બહાર પાડી છે. ૨૦ વર્ષ પહેલાં આવી ટોપની કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપ ૨૬.૬ ટ્રિલીયન ડોલર હતી જ્યારે આજે તે કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપ ૯૧.૩ ટ્રિલિયન પર પહોંચી છે. આ વધારો અમેરિકી કંપનીઓના કારણે છે. જેમકે વોલમાર્ટ અમેરિકામાં છે. છેલ્લા ૧૨ મહિનામાં વિશ્વમાં વોલમાર્ટનું  વેચાણ સૌથી વધારે છે. યાદીમાં આલ્ફાબેટ સૌથી વધુ નફો રળતી કંપની છે તો એપલ સૈાથી વધુ વેલ્યૂએબલ કંપની છે. આ યાદીમાં અમેરિકાની ૬૧૨ જ્યારે ચીનની ૬૧૨ કંપનીઓ છે.

 

Related News

Icon