Home / World : Is North Korea building a nuclear bomb for Iran? US-Israel tensions rise

શું ઉત્તર કોરિયા ઈરાન માટે Nuclear Bomb બનાવી રહ્યું છે? અમેરિકા-ઈઝરાયલનું વધ્યું ટેન્શન 

શું ઉત્તર કોરિયા ઈરાન માટે Nuclear Bomb બનાવી રહ્યું છે? અમેરિકા-ઈઝરાયલનું વધ્યું ટેન્શન 

Iran Nuclear Program: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસના યુદ્ધ બાદ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ઈરાન અને ઉત્તર કોરિયા વચ્ચે જોડાણનો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ કોઈપણ કિંમતે પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે. ખામેનેેઈની ઇચ્છા પૂરી કરવા માટે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને આગેવાની લીધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાના હુમલામાં ઈરાનનું પરમાણુ ઠેકાણાઓનો ખાતમો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સીઝફાયરની પછી ઉત્તર કોરિયામાં ઈરાનના પરમાણુ ઠેકાણામાં ગતિવિધિઓમાં વધારો થયો છે. હવે સવાલ એ છે કે, શું ઈરાનમાંથી ગુમ થયેલ 400 કિલો યુરેનિયમ ઉત્તર કોરિયા પહોંચી ગયું છે, શું આયતુલ્લા અલી ખામેનેઈની કિમ જોંગ ઉનની મદદથી પરમાણુ બોમ્બ બનાવવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકશે?

ઉત્તર કોરિયાની સૌથી મોટી તાકાત પરમાણુ બોમ્બ છે!

ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની સૌથી મોટી તાકાત પરમાણુ બોમ્બ છે. એ જ પરમાણુ બોમ્બ જેના આધારે કિમ જોંગ ઉન અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપવામાં શરમાતા નથી. તમામ પ્રતિબંધો છતાં, ઉત્તર કોરિયાએ વર્ષ 2006માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. હવે અમેરિકાના પૂર્વ  NSA (નેશનલ સિક્યોરિટી એજન્સી) જોન બોલ્ટને કિમ જોંગની પરમાણુ યોજના અંગે દાવો કર્યો છે.

એક મીડિયા ઇન્ટરવ્યુ જોન બોલ્ટને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે દાવો કર્યો છે કે, 'મારી સૌથી મોટી ચિંતા એ છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમના કેટલાક ભાગો ઉત્તર કોરિયામાં એક પર્વત નીચે સ્થિત છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમનો એક ભાગ ઉત્તર કોરિયાની અંદર પણ હાજર છે. આનો અર્થ એ છે કે આજે નહીં તો કાલે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી શકે છે.' બીજી તરફ, એન્જેલો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર બ્રુસ બેક્ટોલ માને છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પાછળ ઉત્તર કોરિયાનો મોટો હાથ છે.

ઈરાનને ચીન, ઉત્તર કોરિયા અને રશિયા તરફથી ટેકો મળ્યો

ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નજર કરીએ તો, ત્રણ દેશોએ હંમેશા તેને ટેકો આપ્યો છે. ચીન, ઉત્તર કોરિયા અને રશિયા. ચીનની મદદથી, ઈરાનનું સૌથી મોટું પરમાણુ રિસર્ચ કોમ્પ્લેક્સ ઇસ્ફહાન 1984માં બનાવવામાં આવ્યું હતું. ચીને ત્રણ રિએક્ટર પૂરા પાડ્યા હતા. ઉત્તર કોરિયાએ પરમાણુ કેન્દ્રો પર ભૂગર્ભ ટનલની ડિઝાઇન અને નિર્માણમાં મદદ કરી હતી, જ્યારે સેંકડો રશિયન પરમાણુ વૈજ્ઞાનિકો હજુ પણ ઈરાનના પરમાણુ કેન્દ્રમાં કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાન છેલ્લા ત્રણ દાયકાથી પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમાં નિષ્ફળ રહ્યું, જ્યારે ઉત્તર કોરિયા તમામ પ્રતિબંધો છતાં પરમાણુ બોમ્બ બનાવવામાં સફળ રહ્યું. આજે ઉત્તર કોરિયા પાસે 50 પરમાણુ બોમ્બ છે, તો બીજી તરફ ઉત્તર કોરિયા પાસે લાંબા અંતરની મિસાઈલોના ઉત્પાદન માટે ઈરાન સાથે ભાગીદારી છે. આ જ કારણ છે કે વિશ્વભરના ઘણાં નિષ્ણાતો માને છે કે આ સમયે ફક્ત કિમ જોંગ ખામેનેઈનું પરમાણુ બોમ્બનું સપમુ પૂરું કરી શકે છે.

 

Related News

Icon