Home / Business : Indian Railways: Western Railway has made some changes in preparing reservation chart from July 14, know this

Indian Railways: પશ્ચિમ રેલવેએ 14 જુલાઈથી રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં કંઈક આવો ફેરફાર કર્યો, જાણો

Indian Railways: પશ્ચિમ રેલવેએ 14 જુલાઈથી રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં કંઈક આવો ફેરફાર કર્યો, જાણો

Indian Railways: રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, પશ્ચિમ રેલવે માટે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો  સમય 14 જુલાઈ, 2025થી અમલમાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય કામગીરીની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવાનો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી અનુસાર, રેલવે બોર્ડ તરફથી પ્રાપ્ત  સૂચનાઓ અનુસાર, પ્રથમ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સંબંધમાં સમયસારણી આ  મુજબ છે.

સવારે 5:01 કલાકથી  બપોરે 14:00 કલાકની વચ્ચે પ્રસ્થાન કરનારી ટ્રેનો માટે, પ્રથમ આરક્ષણ ચાર્ટ પાછળના દિવસે રાત્રે  9:00 કલાક સુધીમાં તૈયાર કરી લેવામાં   આવશે.

 14:01 કલાકથી 16:00 વાગ્યા ની વચ્ચે પ્રસ્થાન કરનારી ટ્રેનો માટે, પ્રથમ રિઝર્વેશન ચાર્ટ તે જ દિવસે સવારે 7:30 કલાક સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે.

16:01 કલાકથી 23:59 કલાક અને 00:00 કલાકથી 05:00 કલાકની વચ્ચે પ્રસ્થાન કરનારી ટ્રેનો માટે, પ્રથમ રિઝર્વેશન ચાર્ટ નિર્ધારિત પ્રસ્થાન સમયના આઠ કલાક પહેલા તૈયાર કરી લેવામાં આવશે.

બીજા રિઝર્વેશન ચાર્ટની તૈયારીના સંબંધમાં  હાલની જોગવાઈઓમાં કોઈ ફેરફાર થશે નહીં, જે છેલ્લી ઘડીના બુકિંગને સમાયોજિત કરવા માટે હાલની માર્ગદર્શિકા અનુસાર તૈયાર કરવામાં આવશે.મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમના રિઝર્વેશન સ્થિતિની તપાસ કરતી વખતે અપડેટેડ ચાર્ટિંગ શેડ્યૂલ પર ધ્યાન આપે. 

Related News

Icon