
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં જોડાયેલા જાણીતા કથાકાર ચંદ્રગોવિંદ દાસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થયો છે. આ વિડીયો અગાઉ પણ બે વર્ષ પહેલાં વાયરલ થયો હતો અને હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. વિડિયોમાં ચંદ્રગોવિંદ દાસ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયાઓ તથા તેનું અમલ કરાવતાં નેતાઓને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે તપાસમાં સામે આવ્યું છે કે આ વિડીયો લગભગ છ વર્ષ જૂનો છે.
માફી માગી
પહેલાં આ વિડીયો વાયરલ થતાં ચંદ્રગોવિંદ દાસે સામાજિક માફી પણ માંગેલી હતી. માફીમાં તેમણે જણાવ્યું હતું કે,"જેમ જે નિવેદન મારી તરફથી આપવામાં આવ્યું છે તે દેશની દીકરીઓ પર થતા અત્યાચાર અને જેમને ન્યાય મળ્યો નથી તેવા વિષયોને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું હતું. મેં કોઈ વ્યક્તિ કે સમાજનું નામ સ્પષ્ટ રીતે ઉલ્લેખ્યું નથી."
લગ્નને લઈને ટીપ્પણી કરી હતી
તેમણે આગળ જણાવ્યું હતું કે,"હું ૧૮ વર્ષની દીકરીના લગ્ન માટે બંધારણમાં ઉમેરવામાં આવેલી કલમને લઈ દુખ વ્યક્ત કરું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ પ્રત્યે મને દ્વેષ છે. જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું હ્રદયપૂર્વક ક્ષમાયાચના કરું છું."આ મામલો ફરી જાગૃત થતાં, સામાજિક મંચો અને ન્યૂઝ પ્લેટફોર્મ પર ચર્ચા શરૂ થઈ છે કે જૂના કન્ટેન્ટને નવેસરથી વાયરલ કરવાથી સમાજમાં દ્વિધા ફેલાઈ શકે છે. આવા સંદર્ભોમાં સાવચેતી પૂર્વક અને જવાબદારીથી માહિતી શેર કરવાની જરૂરિયાત પણ વર્તાઈ રહી છે.ચંદ્રગોવિંદ દાસ હાલ કોઈ નવા નિવેદન સાથે આગળ આવ્યા નથી, પરંતુ વિડીયો વાયરલ થવા સાથે ફરી એકવાર તેમનાં અગાઉના શબ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.