આજથી ગુજરાતના સાસણ ગીર નેશનલ પાર્કમાં ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ છે. દર વર્ષે 15 જૂનથી 15 ઓકટોબર સુધીનો 4 મહિનાના સમયગાળા માટે સિંહોનું વેકેશન હોય છે. ચોમાસાના ચાર માસ બાદ આજથી 16 ઓક્ટોબરથી સાસણના જંગલમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે. પ્રવાસીઓ આજથી જંગલમાં સિંહ દર્શન કરી શકશે. અત્યારથી જ દિવાળી વેકેશન સુધીની પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે. આ ઉપરાંત સાસણ આસપાસ આવેલી હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પણ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.
ચોમાસા દરમ્યાન સિંહ સહિતના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોય છે. આ ઉપરાંત વરસાદના કારણે જંગલના રસ્તા પર વાહન જઈ શક્તા નથી પરિણામે દર વર્ષે વન વિભાગ દ્વારા 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતા જ સાસણ ગીરમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આજે તા. 16 ઓક્ટોબરે સત્તાવાર રીતે ચોમાસું પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સિંહોનું ચાર માસનું વેકેશન પણ પૂર્ણ થશે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.