- OTT ઓનલાઈન ઝિંદાબાદ
- આરબ ફિલ્મ જગતમાં બનતી ઉત્કૃષ્ટ ફિલ્મોથી પરિચિત થવા આ ફિલ્મ જોવી રહી. આજ સુધીની એ આ ક્ષેત્રની સૌથી વધુ આવક રળનારી ફિલ્મ હોવા સાથે, ચીનમાં પણ તગડી કમાણી કરનારી ફિલ્મ છે
'પણ તારે તારાં માબાપ સામે કેસ શા માટે માંડવો છે?' બાર વરસના ટેણિયા ઝૈન એલ હાજને અદાલતમાં ન્યાયાધીશ પ્રશ્ન કરે છે. શૂન્ય આંખે એ સણસણતો જવાબ આપે છે, 'કારણ કે (એમના પાપે) હું જન્મ્યો...' બાળકને સાચવવાની ત્રેવડ નહીં છતાં એક પછી એક બાળક જણ્યે જતાં માબાપ વિરુદ્ધ એક બાળકનું એ સણસણતું તીર છે.

