- સ્વાન્ત: સુખાય
અનંત શક્યતાઓનો ભંડાર મારા દાદીમા ભણ્યા હતા ઓછું પણ વિશાળ વાંચનના કારણે એમના વિચારો હમેશા ચિંતન પ્રેરિત હતા. એક વખત એમણે એવું કહેલું કે વૈજ્ઞાનિકોએ બનાવેલું કોઈ પણ યંત્ર જે સિધ્ધાંત પર કામ કરતું હોય એ સિદ્ધાંત કોઈ ને કોઈ રીતે માનવ શરીરમાં સ્થાપિત થયેલો હોય છે જ. એ વાક્ય પર હું વરસોથી વિચાર કરતો રહ્યો છુ. વાહન હોય કે કોમ્પ્યુટર, કારખાનાના યંત્રો હોય કે યુધ્ધમાં વપરાતા શસ્ત્રો હોય દરેક જગ્યા એ આ વાત મને અત્યાર સુધી સાચી લાગી છે. અત્યારે જે નેનો ટેક્નોલૉજી પર દુનિયા આગળ વધી રહી છે એની પણ માનવ મગજના અતિ સૂક્ષ્મ કોષો સાથે સરખામણી થઈ શકે છે. વાહનોના પૈડાં અને આપણાં પગ, કેમેરા અને આપણી આંખો, કોમ્પ્યુટર કે મોબાઈલ અને આપણું મગજ, યાંત્રિક સેન્સર્સ અને આપણી ત્વચા આવા તો અનેક ઉદાહરણો આપણી નજર સામે જ છે. સંદેશાવ્યવહારના કોઈ પણ સાધનો આપણા શરીરના આંતરીક સંદેશા વ્યવહારનું વિસ્તરણ માત્ર તો છે. પગમાં કાંટો વાગે ને તુરત જ મગજમાં સંદેશો પહોંચે અને તરત જ હાથ ત્યાં પહોંચી, આંગળીઓ દ્વારા એ કાંટાને ખેંચી લે એ એક જ પળમાં સંદેશાઓની આપલે કેટલી ઝડપે થઈ એ સમજ બહારનો વિષય છે. અત્યાર સુધી આપણે માનતા આવ્યા છીએ કે આ આંતરિક પ્રત્યાયન શરીરની અંદર રહેલું ચેતાતંત્ર કરે છે. વૈશ્વિક શરીરવિજ્ઞાન પણ આ બાબતને અનુમોદન આપી રહ્યું છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.