
- હોટલાઈન
- પાશ્ચાત્ય શૈલીના ખાનપાનને લીધે પુરૂષોમાં જનનેન્દ્રિયને લગતી અનેક બીમારી વકરી છે
પચાસ વર્ષ કે એનાથી વધારે ઉંમરના દર પાંચ પુરૂષમાંથી બે પુરૂષને તેમની પ્રોસ્ટેટગ્રંથિનો વધારે પડતો વિસ્તાર થવાને લીધે 'ઈહનચયિગઁ ર્જિચા' નામની સમસ્યા સતાવતી જોવા મળે છે. મેડિકલ ભાષામાં આ વ્યાધિ મ્લ્લઁય તરીકે ઓળખાય છે. કદાચ ઘરમાં પિતાને કે મોટા ભાઈને આ સમસ્યા નડતી હોય તો ઘરના બીજા જે પુરૂષની ઉંમર પચાસની નજીક પહોંચવા લાગતા ધીમે ધીમે તેને પણ આ સમસ્યા નડવાની શક્યતા વધતી જાયછે.
તાજેતરમાં જ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જો બાયડન (82 વર્ષ) ને પ્રોસ્ટેટ કેન્સરના આક્રમક સ્વરૂપનું નિદાન થયું છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી બાયડેન અસ્વસ્થ રહેતા હતા. તેમાં તેમને યુરિન પાસ કરવામાં મુશ્કેલી જણાવા લાગી હતી.
તબીબોએ સોનોગ્રાફી કરતાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ ઉપર નાનકડી ગાંઠ હોવાનું જણાતા તેની બાયોપ્સી કરાવી હતી. મેડિકલ રિપોર્ટ પ્રમાણે બાયડેનને પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં કેન્સર સેલ્સ હોવાનું જાણવા મળ્યું હતું. વળી આ કેન્સર આજુબાજુમાં અને હાડકાં સુધી (પેલ્વિક ગર્ડસ) સુધી ફેલાઈ ગયા છે.
એવું અનુમાન છે કે બ્રિટનના કિંગ ચાર્લ્સ પણ આ જ કેન્સરથી પીડાય છે. જોકે, ભારતીય પુરૂષોમાં પ્રોસ્ટેટનું કેન્સર 12મું સૌથી સામાન્ય કેન્સર હોય છે, જ્યારે વિકસિત દેશોમાં તે બીજા નંબરનું સામાન્ય કેન્સર છે, પરંતુ હવે ભારતમાં પણ તેનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં એક લાખ પુરુષોએ 5થી 9.1 ટકા લોકોને થાય છે. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં તેનું પ્રમાણ અનુક્રમે 9.7 ટકાથી 11.8 ટકા છે.
હવે તમારા મનમાં સ્વાભાવિકપણે પ્રશ્ન ઉઠશે કે તમે આ સમસ્યાને રોકવા માટે શું કરી શકો? વાસ્તવમાં, આ સમસ્યાનું મૂળ કારણ છયીહૈય (વૃદ્ધત્વતરફ દોરી જતી પ્રક્રિયા) હોવાને લીધે તમે આને રોકવા માટે કોઈ ખાસચોક્કસ પગલાં તો લઈ શકો એમ નથી. પરંતુ, તમારી જીવનશૈલીમાં અમુક પરિવર્તન આણીને આ સમસ્યા તમને ન નડે એ બાબતની તકેદારી અવશ્ય લઈ શકો છો. આનું એક સાદું ઉદાહરણ આપવું હોય તો એમ કહી શકાય કે જે પ્રમાણે વધતી જતી ઉંમર સાથે તમારા વાળ કુદરતી રીતે ધોળા થતા હોય છે તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિનો વધારે પડતો વિસ્તાર થવાની સમસ્યા પણ મહદ્અંશે કુદરતી ગણાવી શકાય. જો કે આ પ્રક્રિયામાં શરીરના હોર્મોન્સ (ર્રર્સિહીજ) ઘણો અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ એવું બિલકુલ જરૂરી નથી કે પચાસ તથા તેની આસપાસની ઉમરની બધી વ્યક્તિઓને બી.પી.એચ.ની સમસ્યા સતાવે જ! વળી, હોર્મોન્સ સિવાય બીજા કયા ચોક્કસ કારણોને લીધે કોઈ એક વ્યક્તિને બી.પી.એચ. થતું હોય છે એ વિષય પર હજુ સુધી વધારે જાણકારી ઉપલબ્ધ નથી અને એટલે જ આ વિષય પર હજુ પણ સંશોધન ચાલુ છે.
હવે આપણે ''પ્રોસ્ટેટ'' ગ્રંથિ વિશેની થોડીક માહિતી પર નજર ફેરવીએ. ''પ્રોસ્ટેટ'' ગ્રંથિ પુરૂષના પ્રજનનતંત્રનું એક અંગ ગણાય છે. પુરૂષના શરીરમાં આંતરડાની બાજુમાં તથા મૂત્રાશયની બરાબર નીચે આ ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિ બાબત નોંધનીય છે કે તે મૂત્રનળીની (પુરૂષના શરીરમાં મૂત્રાશયમાંથી પેશાબ લઈ જતી નળી) આસપાસ આવેલી છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરના પુરૂષના શરીરમાં આવેલી પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ એક અખરોટ જેટલું હોય છે. પરંતુ, પછી ઉમર વધતા તેનું કદ વધવા માંડે છે. આની પાછળનું કારણ આ ગ્રંથિના અમુક જૂના કોષોનું મૃતપ્રાયન થવું તથા નવા કોષોની સંખ્યામાં થતા સતત વધારાને માનવામાં આવે છે. પ્રોસ્ટેટ ગ્રંથિનું મુખ્ય કાર્ય વીર્ય માટેનું પ્રવાહી ઉત્પન્ન કરવાનું છે.
પચાસથી વધુ ઉંમર ધરાવનાર પુરૂષની પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ અખરોટમાંથી ધીમે ધીમે વધતું જતું હોવાને લીધે એક સમય એવો આવે છે કે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિની આસપાસ વીંટાઇને પસાર થતી મૂત્રનળી પર આવતા બાહ્ય દબાણને લીધે તેને ખૂબ સંકોચાવું પડે છે. પરિણામે, મૂત્રનળીના અંતિમ છેડાનું કદ (જે પહેલાં એક સિક્કા જેવડું હોય છે) ઘટીને એક સ્ટ્રોના મુખ જેટલું નાનું થઈ જાય છે. મૂત્રનળીના છેડાનું મુખ દબાણને લીધે સંકોચાઈ જવાથી તે પુરૂષને પેશાબ કરવામાં તકલીફ શરૂ થવા માંડે છે. જોકે, 80 વર્ષની ઉંમરની આસપાસના 80 ટકા પુરૂષોને બી.પી.એચ.ની તકલીફ હોવા છતાં આમાંથી 50 ટકા લોકોમાં જ આવા લક્ષણો જોવા મળે છે. આમ, બાકીના લોકોને આવી કોઈ સમસ્યા ન થવા છતાં તેઓ બી.પી.એચ.ના ભોગ બન્યા હોય છે. માટે જ, આ સમસ્યાનું શરૂઆતથી જ નિદાન થઈ શકે એ બાબતની કાળજી રાખવા પચાસ વર્ષની આસપાસના દરેક પુરૂષે ડોક્ટર પાસે ઘૈયૈાચન ઇબાચન ઈટચસૈહર્ચૌહ (ડી.આર.ઇ.) નામની ટેસ્ટ (દર વર્ષે ઓછામાં ઓછું એકવાર) કરાવવી ખૂબ જરૂરી છે. આ ટેસ્ટમાં ડોક્ટર હેન્ડગ્લોસ પહેરેલા પોતાના હાથ દ્વારા દર્દીની પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્પર્શ કરીને જાણી શકે છે તેનો વિસ્તાર થયો છે કે નહીં. કોઈ પણ પ્રકારની પીડા વગર અને થોડાક જ સમયમાં દવાખાનામાં થઈ શકતી આ ટેસ્ટથી દર્દીને પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર છે કે નહીં તે પણ જાણી શકાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પુરૂષોના મૃત્યુ પાછળના અનેક કારણોમાં પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સરને લીધે થનારા મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે છે. જો કોઈના પરિવારમાં પ્રોસ્ટેટ કેન્સરનો કિસ્સો બન્યો હોય તો તે પરિવારના પુરૂષ સદસ્યોએ ચાલીસ વર્ષની આસપાસથી જ ડી.આર.ઇ.નું પરીક્ષણ કરાવવું અતિ આવશ્યક ગણાય છે. ''પ્રોસ્ટેટ કેન્સર'' ને તેના શરૂઆતના તબક્કામાં યોગ્ય સારવાર દ્વારા નાબુદ કરવું આસાન મનાય છે પરંતુ આ બાબતમાં ઘણીવાર એવી મુશ્કેલી નડતી હોય છે કે ''પ્રોસ્ટેટ કેન્સર'' ના પ્રથમ તબક્કામાં દર્દીમાં એના કોઈ લક્ષણ જોવા નથી મળતા અને એટલે જ ''ડી.આર.ઈ. ટેસ્ટ' ની મહત્તા ઘણી વધારે અંકાય છે.
હકીકતમાં, જે કેસોમાં બી.પી.એચ.ની સમસ્યા દર્દીમાં તેના લક્ષણો સહિત હોય છે તેમાં દર્દી અડધી લડત જીતી જાય છે એમ કહી શકાય. કારણ કે બાકીના અડધા કેસોમાં બી.પી.એચ.ના દર્દીઓને ખબર પણ નથી હોતી કે તેઓને આ બિમારી છે. તેઓ એવું માની લેછે કે તેમની વધતી જતી ઉમરને લીધે તેમને પેશાબ કરવામાં તકલીફ પડે છે અને એટલે જ તેઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી. આ સંદર્ભમાં પોતાનો અનુભવ વર્ણવતા વિખ્યાત નેફ્રોલોજીસ્ટ કહે છે કે, પચાસ વર્ષની આસપાસ ઉંમર ધરાવનારા લોકોમાં બી.પી.એચ.ની બિમારી ઘણી સામાન્ય હોવા છતાં ઘણા ખેદ સાથે જણાવવું પડે છે કે, આ બાબતમાં આપણે ત્યાં જાગૃતિ ઘણી ઓછી છે. લોકોને આ બિમારી વિશે માહિતી નહીંવત છે એ કહીએ તો કશું ખોટું નથી. મુંબઈની એક જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા એક તબીબ કહે છે, મારે ત્યાં આવનારા મોટાભાગના લોકો જ્યારે પરિસ્થિતિ બહુ વણસી ગઈ હોય ત્યારે જ આવે છે. પરિણામે આ બિમારીના અંતમાં દર્દીને શ્વાસોચ્છવાસની તકલીફ, કિડની બગડી જવી, બ્લડપ્રેશર (રક્તદબાણ) થવું વગેરે અનેક પ્રકારની બીજી તકલીફો શરૂ થવા માંડે છે. વળી, કેટલાક લોકો તો આ સમસ્યા વિશે ડોક્ટર સાથે વાત કરવામાં સંકોચ અનુભવતા હોવાને લીધે ડોક્ટરની સલાહ લેવા જવાનું ટાળતા હોય છે. મારી પાસે આવનારા અનેક દર્દીઓને આ બિમારીનો અંતિમ તબક્કો હોવાને લીધે તેમની કિડની કામ કરતી અટકી ગયેલી હોય છે.
બી.પી.એચ.થી પીડાતી વ્યક્તિને દર બે કલાકમાં એકવાર (ઓછામાં ઓછું) તો પેશાબ કરવા જવું પડે છે. આ સિવાયના અન્ય લક્ષણોમાં દર્દીને અચાનક પેશાબ કરવા જવાની જરૂર પડવી, રાતના સમયે વારંવાર પેશાબ કરવા જવું પડે, પેશાબની ધારમાં વધઘટ થવી તથા તેની એકધારને બદલે ટીપાં પડવા તથા મૂત્રપિંડમાં પેશાબનો ભરાવો થવાને લીધે પેશાબ અધૂરો રહી ગયો હોય એવો ભાસ થવો વગેરેનો સમાવેશ થાય છે. જો દર્દીની મૂત્રનળી સુધી ચેપ ફેલાઈ ગયો હોય તો દર્દીને પેશાબ કરતી વખતે બળતરા તથા પીડા પણ થાય છે. કેટલાક દર્દીઓને તો પેશાબ કરવામાં અસહ્ય તકલીફ પડતી હોવાને પરિણામે અચાનક પેશાબ થવા કે બિલકુલ બંધ પણ થઈ જાય છે.
જો કે, એક જાગૃત પુરૂષ (પછી ભલે એની ઉંમર પચાસ વર્ષની આસપાસ હોય) અગર પોતાની જીવનશૈલીના અમુકખાસ બાબતોનો ખ્યાલ રાખે તો તે આ બિમારીને પોતાથી અવશ્ય દૂર રાખી શકે છે.
1. ક્યારેય ઘણુંબધું પાણી એકજ સાથે નપીવું જોઇએ. એમાંય, સૂવા જવાની પહેલાં તો ક્યારેય આવું ન કરવું જોઈએ.
2. રાતનું ભોજન બને એટલું વહેલું ખાવું જોઇએ કે જેથી સુવાની પહેલાં જ લઘુશંકા-ગુરુશંકા કરવાનો સમય મળે.
3. કેફેન ધરાવતાં પીણાંઓ (જેવા કે ચા, કોફી) તથા શરાબનું સેવન જેટલું બને એટલું ઓછું કરવું કે જેથી પેશાબની માત્રા ઘટી શકે.
4. નાહતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી પ્રોસ્ટેટ ગ્રંથિના સ્નાયુઓ થોડાક ઢીલા પડશે કે જેથી કરીને મૂત્ર નળીમાં ઉત્પન્ન થયેલો અવરોધ ધીમે ધીમે ઓછો થઈ જાય.
5. લાંબા સમય સુધી બેસવાનું ટાળવું જોઈએ નહીંતર પ્રોસ્ટેટ ગ્રંથિ પર તેની અવળી અસર પડી શકે છે. ખાસ કરીને, યોગ્ય રીતે ન ગોઠવેલી સાઈકલની અથવા મોટરની પોચી સીટ પર તો વધારે વાર માટે બેસવું બિલકુલ હિતાવહ નથી.
6. નિયમિત સમયાંતરે પેશાબ કરવા જવું એ એક સારી આદત છે જેને કેળવવી સલાહનીય છે.વળી, પેશાબ કરતી વખતે પોતાના સ્નાયુઓ પર વધુ પડતું દબાણનકરવું જોઈએ તથા પેશાબ કરી લીધા બાદ એકવાર ફરી પેશાબ કરવાની કોશિષ કરવી જોઈએ.
7. ખોરાકમાં મરચું-મીઠું તથા ઘી-તેલ બને એટલું ઓછું નાખવું જોઈએ.
8. જીવનસાથી સાથે સુમેળભર્યો શારીરિક તથા માનસિક સંબંધ હોવો ખૂબ અગત્યનું છે.
બી.પી.એચ.ની સારવારના પ્રથમતબક્કામાં ડોક્ટર ''આલ્ફાબ્લોકર્સ' પ્રકારની દવા લેવાની સલાહ સામાન્યતઃ આપતા હોય છે. જો આનાથી નોંધપાત્ર ફાયદો ન થતો જણાય તો ત્યારબાદ હોર્મોન થેરપી ઓપનસર્જરી, ટી.યુ.આર. (ટ્રાન્સ યુરેથ્રલરિસેસન) તથા ટી.યુ.વી.પી. (ટ્રાન્સયુથલ વેપરાઇસેસન ઓફ પ્રોસ્ટેટ), લેસર થેરપી વગેરે અનેક સારવાર પદ્ધતિઓમાંથી દર્દીને અનુકૂળ પદ્ધતિની પસંદગી ડોક્ટર તેના કેસની વિગતોનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ કરે છે.
એવું કહેવાય છે કે પુરૂષોમાં થતા કેન્સરમાં બીજા નંબરનો સૌથી ઘાતક રોગ પ્રોસ્ટેટ કેન્સર છે. વિશ્વના અનેક તબીબો આ રોગનો ઉદ્ભવ, સારવાર અને ઈલાજ બાબત સંશોધન કરી રહ્યાં છે, દરમિયાનમાં તેમણે જે તારણો કાઢ્યા છે તે જાણવું પણ રસપ્રદ થઈ પડશે. જેમ કે ઢીંગણા પુરુષોની તુલનાએ કદમાં ઊંચા પુરુષોને વૃષણગ્રંથિ (ટેસ્ટીક્યુલર) નું કેન્સર થવાનું જોખમ વધુ છે. માથામાં ટાલવાળી વ્યક્તિને પ્રોસ્ટેટ કૅન્સર થવાની શક્યતા વધુ હોય છે. ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડે તો પ્રોસ્ટેટ પહોળું થતું હોઈ શકે. વધુ પડતી વિટામીનની ગોળીમાં પ્રોસ્ટેટ કૅન્સરનું જોખમ વધારે છે. વિટામીનની ગોળીઓ પ્રોસ્ટેટ કૅન્સરની ગાંઠનો વિકાસ ઝડપી બનાવતી હોવાનું તારણ છે. તબીબો એવું પણ માને છે કે કોફી અને કસરત પ્રોસ્ટેટ કૅન્સર સામે રક્ષણ આપે છે. ટમેટાંનું નિયમિત સેવન આ વ્યાધિનું નિવારણ લાવવામાં મદદગાર નીવડે છે એવી જ રીતે લીલી ચા પ્રોસ્ટેટના કૅન્સરનું જોખમ ઘટાડતી હોવાનું મનાય છે.
અંતમાં, એટલું તો ચોક્કસ કહી શકાય કે ચેતતો નરસદા તંદુરસ્ત રહી શકે છે. માટે પુરૂષે પચાસ વર્ષની ઉંમરે ઉપર્યુક્ત લક્ષણોની બરાબર નોંધ લેવી એ ખરેખર ઇચ્છનીય છે. અને હા, આ વિષય પર તમારા ડોક્ટર સાથે ચર્ચા કરવામાં જરાય સંકોચ અનુભવશો તો પછી અંતે પસ્તાવાનો જ વારો આવશે એ બાબત બરાબર સમજીલો એ ખૂબ આવશ્યક છે.
- ભાલચંદ્ર જાની