ઓક્ટોબરમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર પતિ-પત્નીના પ્રેમ, તેમના જન્મ અને લગ્નના સંબંધોનું પ્રતીક છે. હિંદુ ધર્મમાં પતિ-પત્નીનો સંબંધ સાત જન્મો સુધી ટકેલો માનવામાં આવે છે. જેમાં અગ્નિને સાક્ષી માનીને બે લોકો એકબીજા સાથે જોડાય છે. પરંતુ ઘણીવાર તેમની વચ્ચે તકરાર કે વિવાદ જોવા મળે છે. ઘણી વખત આ નાની નાની તકરાર એટલી મોટી થઈ જાય છે કે સંબંધોમાં અંતર આવવા લાગે છે. જો તમે ઇચ્છતા નથી કે તમારા સંબંધો બગડે તો તમારા જીવનસાથી સાથે મળીને તમારી વચ્ચેની સમસ્યાઓ હલ કરો.
તમારા નબળા પડી રહેલા સંબંધોને મજબૂત બનાવો અને અંતરો દૂર કરો. આ માટે અહીં કેટલીક એવી રીતો જણાવવામાં આવી રહી છે, જેના દ્વારા પતિ-પત્નીના સંબંધો હંમેશા ખુશહાલ અને મજબૂત રહે છે. માત્ર કરવા ચોથ પર જ પૂજા ન કરો, પરંતુ સંબંધોમાં પ્રેમ અને લાગણી જાળવી રાખવાનો પ્રયાસ કરો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.