યુક્રેનના રશિયા સાથેના સંઘર્ષ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર યુક્રેનને પેટ્રિઅટ એર ડિફેન્સ મિસાઇલો( Patriot Air defence missiles) મોકલશે. જોકે ટ્રમ્પે યુક્રેનને કેટલી એર ડિફેન્સ મિસાઇલો ( Patriot missiles) મોકલશે તે કહેવાનો ઇનકાર કર્યો હતો, તેમણે કહ્યું હતું કે તેઓ કેટલીક મિસાઇલો મોકલશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વોશિંગ્ટન આ શસ્ત્રો માટે ચૂકવણી કરશે નહીં. "અમે તેમના માટે કંઈ ચૂકવવાના નથી, પરંતુ અમે તેમને પેટ્રિયોટ્સ આપીશું, જેની તેમને ખૂબ જરૂર છે," ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફરતી વખતે મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે કહ્યું.

