Russia: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ આરોપ મૂક્યો છે કે, રશિયાએ ભૂલથી પોતાના જ 20 રશિયન સૈનિકોના મૃતદેહ યુક્રેનને સોંપ્યા છે. તેઓએ રશિયાની બેદરકારી, ઈરાન સાથે જોડાણ, અને શાંતિ વાતો ગંભીરતા પર સવાલ ઉઠાવતા, પશ્ચિમી દેશો પાસે ટેકો માંગ્યો હતો.
યુક્રેન પ્રમુખ જેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર જેલેન્સ્કીએ ખુલાસો કર્યો છે કે રશિયાએ આકસ્મિક રીતે તાજેતરના મૃતદેહોના વિનિમયમાં ઓછામાં ઓછા 20 રશિયન સૈનિકોની લાશ યુક્રેન આપી હતી.

