IPLની આગામી સિઝન પહેલા મેગા હરાજી યોજાવાની છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ ક્યા ખેલાડીઓને રિટેન કરવા અને કોને રિલીઝ કરવા તેની ગડમથલમાં વ્યસ્ત છે. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ તેના કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરે તેવી શક્યતા છે. રાહુલના સ્ટ્રાઇકરેટથી ફ્રેન્ચાઇઝીનો નવો કોચિંગ સ્ટાફ ખાસ ઉત્સાહિત લાગતો નથી અને તેને કારણે રાહુલને બહાર કરવામાં આવે તેવી શક્યતા છે.

