
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના છૂટાછેડાના સમાચાર ખૂબ સામે આવી રહ્યા છે. મોહમ્મદ શમીના તલાક થયા, પછી શિખર ધવન પણ પોતાની પત્નીથી અલગ થયો. થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સ થયા. હવે છેલ્લા કેટલાક દિવસોથી યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રીના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે વધુ એક ભારતીય ક્રિકેટના સંબંધો બગડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે કરી વધુ એક પોસ્ટ
રિપોર્ટ અનુસાર, ક્રિકેટર મનીષ પાંડેના સંબંધોમાં ખટરાગ ચાલી રહ્યો છે. મનીષ પાંડે અને તેની પત્ની અશ્રિતા શેટ્ટીના સંબંધો બરાબર નથી ચાલી રહ્યા. ત્યાં સુધી કે બંનેએ ઇન્સ્ટાગ્રામથી ફોટો પણ ડિલીટ કરી દીધા છે. મળતી માહિતી અનુસાર, મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી બગડેલા હતા.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, મનીષ પાંડે અને અશ્રિતા બંનેએ સોશિયલ મીડિયાથી પોતાના લગ્નના ફોટો ડિલીટ કરી દીધા છે. અશ્રિતા અને મનીષે ઇન્સ્ટાગ્રામથી એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. આમ તો, મનીષ પાંડે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી રહેતો, પરંતુ તે પોતાની પત્નીની સાથે કેટલાક ફોટો શેર કરતો રહેતો હતો. જોકે, હવે તેણે તે ફોટોને ડિલીટ કરી દીધા છે.