છેલ્લા કેટલાક દિવસોથી સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ચહલે ધનશ્રી સાથેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી, જેનાથી અફવાઓને વધુ વેગ મળ્યો હતો. જો કે, ધનશ્રી ચહલની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે, જેનાથી તેના ચાહકો ચોંકી જાય છે. અફવાઓનું ખંડન કરતા બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

