ઊંચા કૂદકાની સ્પર્ધામાં રમતવીર સ્થિતિ સ્થાપક વાંસનો ટેકો લઈને વધુ ઉંચાઈએ પહોંચી શકે છે. આ રમતને પોલવોલ્ટ કે પોલ જમ્પિંગ કહે છે. આ રમતને ઓલિમ્પિકમાં પણ સ્થાન મળેલું છે. પોલ જમ્પિંગને વર્લ્ડ રેકોર્ડ ૬૦૦૩ મીટર ઊંચાઈનો છે. આ રમતમાં ઉપયોગી થતાં વાંસનું મહત્વ છે. જો કે હાલમાં વાંસના બદલે નરમ ફાઈબરના બનેલી લાંબી લાકડીનો ઉપયોગ થાય છે.

