Last Update :
06 Aug 2024
Tapi News : તાપી જિલ્લાના ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા સીઝનમાં પ્રથમવાર ખોલીને 40 હજાર 288 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને પગલે ડેમની સપાટીમાં વધારો થયો. હાલ ડેમમાં 97 હજાર 969 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 334.27 ફૂટ પર પહોંચી ગઇ છે. ડેમના કેસમેન્ટ એરિયા મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને પગલે મહારાષ્ટ્ર અને પ્રકાશા ડેમમાંથી સતત પાણી આવતા ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે જે જાળવવા માટે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. જોકે સુરત વાસીઓ માટે હાલ ચિંતાનો કોઈ વિષય નથી.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.