- વિજ્ઞાન વિહાર
1990નો મે મહિનો હતો. અમેરિકાના મેરીલેન્ડમાં આવેલા નાસાના ગોડાર્ડ સ્પેસ ફલાઇટ સેન્ટરમાં નાસાના અમુક વૈજ્ઞાનિકો, એન્જીનીયર્સ અને સ્ટાફ મેમ્બર્સ ભેગા થયા હતા. બધા ખુબ ઉત્સાહ પૂર્વક એક સ્ક્રીન તરફ આતુરતાથી જોઈ રહ્યા હતા. થોડા જ સમયમાં સ્ક્રીન ઉપર અવકાશમાં રહેલા વિશાળ હબલ ટેલિસ્કોપ દ્વારા લીધેલો પહેલો ફોટો આવવાનો હતો. હજુ એક મહિના પહેલા જ 24 એપ્રિલ 1990ના દિવસે આ હબલ સ્પેસ ટેલિસ્કોપને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલે આમ તો ઘણા વૈજ્ઞાનિકોનો મત એવો હતો કે આવી ઇવેન્ટને પબ્લિક અને મીડિયામાં ન કરવી જોઈએ પરંતુ નાસાએ ઓલરેડી આ ઇવેન્ટનો 'ફર્સ્ટ લાઈટ' નામે પ્રચાર કરી દીધેલો અને મીડિયાને પણ આમંત્રણ આપેલું. એટલે સારી એવી સંખ્યામાં પ્રેસ અને મીડિયાના લોકો પણ હાજર હતા. થોડી જ વારમાં ટેલિસ્કોપમાંથી ડેટા ડાઉનલિંક કરી સ્ક્રીન ઉપર ફોટો પ્રોજેક્ટ કરવામાં આવ્યો. એ એક બાઈનરી સ્ટાર સિસ્ટમનો ફોટો હતો. ફોટો જોઈને પ્રેસના લોકો તો ખુશ થયા કારણકે ઇમેજની ગુણવત્તા અગાઉ જમીન ઉપર રહેલા ટેલિસ્કોપની ઇમેજ કરતા ઘણી સારી હતી. પરંતુ, વૈજ્ઞાનિકો અને એમની ટીમના જાણકાર લોકો એક બીજા સામે જોવા લાગ્યા. તેમના માટે એ ઇમેજની ગુણવત્તા અપેક્ષા કરતા ખુબ નબળી હતી. ઇમેજ પ્રમાણમાં ઝાંખી અને ધૂંધળી હતી. શરુવાતમાં તેમને લાગ્યું કે કદાચ ટેલિસ્કોપમાં રહેલા મિરર્સને થોડા વધારે ફોકસ કરવાની જરૂર હશે. એટલે પછી તેઓ ધીરે ધીરે ધરતી પરથી જ કમાન્ડ આપી ઉપગ્રહ રૂપી ટેલિસ્કોપમાં મિરરનો એંગલ બદલીને ફોકસ કરવા પ્રયત્ન કરતા રહ્યા. પણ સફળતા ન મળી. ઘણી અલગ અલગ ઇમેજ લેવાનો પ્રયત્ન કરી જોયો પણ બધી ઇમેજ બ્લર જ આવી. હવે ત્યાં હાજર રહેલા વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું હતું કે કઈંક મોટી ગડબડ છે. નાસા અને તેના વૈજ્ઞાનિકો માટે આ એક ખુબ મોટો ઝટકો હતો. હબલ સ્પેસ ટેલિસ્કોપ નાસાનો ખુબ મહત્વાકાંક્ષી અને એટલો જ મોંઘો પ્રોજેક્ટ હતો. 2.4 મીટર વ્યાસના વિશાળ મિરર સાથે લગભગ એક બસ જેટલી સાઈઝ ધરાવતા 11.5 ટન વજનના હબલ ટેલિસ્કોપને અવકાશમાં 607 કિલોમીટરની ઊંચાઈએ તેની કક્ષામાં મુકવા પાછળ નાસાએ લગભગ 150 કરોડ ડોલરનો ખર્ચો કરેલો. વળી વિવિધ કારણોસર પ્રોજેક્ટ પોતાની નિર્ધારિત સમયરેખા કરતા ઘણો પાછળ ચાલતો હતો અને હવે જે મુખ્ય કામ માટે આટલો ખર્ચ કરી ટેલિસ્કોપને અવકાશમાં મુકવામાં આવ્યું એ ઇમેજિંગ જ બરાબર ન થાય તો નાસાની આબરૂ ઉપર ખુબ ધૂળ ઉડે. અને ઉડી પણ ખરી. પ્રિન્ટ અને ટીવી મીડિયામાં નાસાની ખુબ આલોચના થઇ. હબલ ટેલિસ્કોપ વિષે અનેક કાર્ટૂન બન્યા અને છપાયા. નાસાના ફંડિંગ ઉપર પણ સવાલ થયા. ત્યાં સુધી કે હબલ ટેલિસ્કોપને ઇતિહાસનું સૌથી મોંઘુ વૈજ્ઞાનિક ફારસ પણ કહેવામાં આવ્યું.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.