ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે સત્તા સંભાળ્યા બાદ દેશમાં ગેરકાયદેસર રહેનારા લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહેવાલો મુજબ ટ્રમ્પ તંત્રે ગેરકાયદે લોકો વિરુદ્ધ દેશનિકાલનું અભિયાન શરૂ કર્યા બાદ 50 દિવસમાં 32000 લોકોની ધરપકડ કરી છે. જ્યારે જાન્યુઆરી 2025 સુધીમાં અંદાજ મુજબ આશરે 1 કરોડ 10 લાખ લોકો દસ્તાવેજ વગરના ઈમિગ્રન્ટ્સ હોવાનો ખુલાસો થયો છે.

