યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક નિવેદન આપતાં કહ્યું કે, પોલટાવામાં એક રશિયન મિસાઈલ હુમલામાં 41 લોકોના મોત થયા છે અને 180થી વધુ લોકો ઘાયલ થયા છે. પાછલા અઢી વર્ષોથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ આજે (3 સપ્ટેમ્બર) યુક્રેન પર ભીષણ મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાના એરફોર્સે યુક્રેનના પોલ્તાવા શહેરમાં યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવી બે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આને માનવતા વિરુદ્ધનો હુમલો બતાવ્યો હતો.

