જાપાનના એનજીઓ એટોમિક બોમ્બ સર્વાઈવર્સ ગ્રુપ નિહોન હિડેન્ક્યોને 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. નોબેલ કમિટી ચેર જોર્ગેન વાટને ફ્રાયડનેસે હિરોશિમા અને નાગાસાકી પરમાણુ હુમલામાં બચેલા લોકોની સંસ્થા નિહોન હિડેન્ક્યોની કામગીરીને બિરદાવતાં શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ સંસ્થા વિશ્વને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાની કામગીરી કરી રહી છે.

