Pahalgam Terror Attack: Pahalgam આતંકી હુમલાના વિરોધમાં ભારત સહિત વિશ્વમાં પાકિસ્તાન વિરૂદ્ધ રોષ ભભૂકી રહ્યો છે, એવામાં લંડનમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીએ લાજશરમ નેવે મૂકી દેખાવો કરી રહેલા ભારતીયોને ગળું કાપી દેવાનો ઈશારો કર્યો છે. લંડનમાં પહલગામમાં 26 લોકોની બર્બરતાપૂર્વક હત્યા બદલ પાકિસ્તાન દૂતાવાસની બહાર ભારત વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. એક પાકિસ્તાની અધિકારીએ આ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને ગળું કાપી દેવાનો ઈશારો કરી પાછા હટી જવા કહ્યુ હતું. આટલું જ નહીં તેણે અભિનંદન વર્ધમાનની ચા સાથે એક તસવીર પણ હાથમાં લઈ તેને વારંવાર બતાવી રહ્યો હતો. જેને તે વારંવાર જોઈ રહ્યો હતો.

