ગુજરાત ભાજપ દ્વારા આજે કમલમમાં બેઠક યોજાઈ હતી. સી આર પાટીલની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં આંબેડકર જયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેને લઈને અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, આજે ગુજરાતના કમલમ ખાતે કાર્યશાળાનું યોજાઇ હતી. ભાજપ એક માત્ર પક્ષ છે જે આંબેડકર જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજે છે. 13 તારીખે આંબેડકર પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજશે અને દેશભરમાં આ કાર્યક્રમ સંપન્ન થવાનો છે. સંવિધાન પ્રસ્તાવના વાંચન કાર્યક્રમ સમગ્ર દેશમાં આંબેડકર જયંતિ દિવસે થશે.

