
હાલમાં જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર ભારતમાં વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ પર સરકારે તવાઈ કરી હતી. જેના પડઘા હજુ પણ સાંભલાઈ રહ્યા છે કોઈને કોઈ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપાતા રહે છે. તેવામાં વડોદરામાં પેટ્રોલિંગ દરમિયાન એક 15 વર્ષીય બાંગ્લાદેશી કિશોરીને ઝડપી પાડવામાં આવી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને શંકાસ્પદ લાગેલી 15 વર્ષીય કિશોરીની પૂછપરછ કરતાં તે બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું. કિશોરી નડિયાદથી ટ્રેનમાં વડોદરા પહોંચી હતી અને તે નડિયાદમાં તેની માતા રીના મોન્ડલ સાથે રહેતી હતી. પોલીસે કિશોરીને નડિયાદ ટાઉન પોલીસને સોંપી દીધી, જ્યાં તેનું તેની માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. હાલ, પોલીસે માતા-પુત્રીની કાયદેસર સ્થિતિ અંગે તપાસ હાથ ધરી છે. જેમાં તેમના દસ્તાવેજો અને ભારતમાં રહેવાની મંજૂરીની ચકાસણી કરવામાં આવી રહી છે.