જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતાં. ત્યારબાદ પાકિસ્તાની સેના દ્વારા ભારતના સરહદી વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો, જેનો ભારતે વળતો જવાબ આપ્યો અને ત્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ શરૂ છે. આ તણાવને લઈને ઘણાં મહત્ત્વના નિર્ણય લેવાયા હતાં. જેમાંથી એક CAની પરીક્ષા મોકૂફ રાખવાનો પણ હતો. જોકે, હવે CA પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેમાં ફાઇનલ અને ઇન્ટમીડિયેટ પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

