
Source : GSTV
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની જવાબદારી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના શીરે સોંપી છે. ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ગુરુવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો કાર્યભાર સંભાળવા માટે નિયુક્ત કર્યા છે. આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલની જવાબદારીઓ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની ફરજો નિભાવશે. આ નિમણૂક તાત્કાલિક અમલમાં આ