એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને સલાહકાર રહેલા અબજોપતિ ઈલોન મસ્કે ફરીથી અમેરિકન પ્રમુખના "વન બિગ, બ્યુટીફૂલ બિલ"ની જાહેરમાં આકરી ટીકા કરવા લાગ્યા છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલપન અને સામાન્ય કરદાતાઓ માટે બોજો ગણાવ્યું હતું. આ સાથે, તેમણે ચેતવણી આપી હતી કે જો સેનેટ આ બિલને મંજૂરી આપશે તો હું બીજા જ દિવસે "અમેરિકા પાર્ટી" નામનો એક નવો રાજકીય પક્ષ ઊભો કરીશ.

