Bangladesh News : મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની હત્યા કરવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ કોર્ટની બહાર એક મોટી ભીડ ભેગી થઇ હતી, જેમાં મોટાભાગના હિંદુઓ હાજર હતા. પોલીસે તેમના પર કાર્યવાહી કરી અને તેમના પર ગોળીબાર કર્યો હતો.

