આફ્રિકી દેશ જાંબિયામાં ભારતીય તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 19 કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી વ્યક્તિ આ બધો જ સામાન સુટકેસમાં ભરીને દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો, જોકે તે દુબઈ પહોંચે તે પહેલા જ જાંબિયા પોલીસે તેને એરપોર્ટ પરથી ઝડપી લીધો છે.

