આપણે ઘણીવાર આવા કિસ્સા જોયા છે કે, પોતાના સાથી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે લોકો અવનવી રીત અપનાવતા હોય છે અને તેના માટે કંઈ પણ કરે છે. હવે આવો જ એક કિસ્સો દુબઈથી સામે આવ્યો છે. દુબઈના એક કરોડપતિએ તેની પત્ની સુરક્ષિત અનુભવે તે માટે એક આખો ટાપુ ખરીદી લીધો છે. આ ટાપુ માટે તેણે 374 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. દુબઈમાં રહેતી એક મહિલાએ દાવો કર્યો છે કે, મારા કરોડપતિ પતિએ એક પ્રાઈવેટ ટાપુ ખરીદ્યો છે જેથી હું સમુદ્ર કિનારે સુરક્ષિત અનુભવી શકું. 26 વર્ષની સૌદી અલ નાદકે પ્રાઈવેટ ટાપુનો એક ઈન્સ્ટાગ્રામ વીડિયો કેપ્શન સાથે શેર કર્યો છે- "POV: તમે બિકની પહેરવા માગતા હતા તેથી તમારા કરોડપતિ પતિએ તમારા માટે એક ટાપુ ખરીદી લીધો.

