બેરૂતમાં ઈઝરાયેલના ભયંકર હુમલા છતાં હિજબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ સુરક્ષિત રીતે બચી ગયા છે. નસરાલ્લાહના નજીકના સૂત્રોનું કહેવું છે કે બેરૂતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં ભારે નુકસાન થયું હતું પરંતુ સલામત છે. IDFના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ આતંકી સંગઠન હિજબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલયને નિશાન બનાવ્યું છે. અમે અમારા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી ઇઝરાયેલના પરિવારો શાંતિથી જીવી શકે.

