અમેરિકા અને ફ્રાંસે શાંતિ-મંત્રણા સરળતાથી ચાલી રહે તે માટે ૨૧ દિવસના યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો છે. બીજી તરફ ઇઝરાયલી સેનાના સેનાધ્યક્ષ લેફ્ટે. જન. હેર્ઝી હાર્સોવેએ સેનાને લેબેનોન પરના સંભવિત આક્રમણ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે. મંગળવારે ઇઝરાયલે કરેલા હુમલામાં ૫૫૦નાં મોત થયાં પછી લેબનોને (હીઝબુલ્લાહે) બદલો લેવા વળતું આક્રમણ કરવા તૈયારી શરૂ કરી દીધી છે.

