અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. અહીં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. અહીં એક પછી એક ગોળીબારના મામલા સામે આવી રહ્યા છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. પરંતુ અમેરિકન પોલીસ આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ફરી એકવાર, શનિવારે વહેલી સવારે અમેરિકાના મિયામીમાં જોરદાર ગોળીબાર થયો, જેમાં બે લોકોના મોત થયા. જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ફ્લોરિડાના ડોરલમાં માર્ટીની બારમાં સવારે 3:30 વાગ્યાની આસપાસ ઝઘડો થયો હતો.

