Accident news: રાજ્યમાં માર્ગ અકસ્માતોનો સીલસીલો યથાવત્ છે. સતત માર્ગ અકસ્માતોની ઘટનાને લીધે જાનહાનિના બનાવો પણ વધ્યા છે. જેથી તંત્રને માર્ગ અકસ્માત માથાનો દુખાવો સાબિત
થયો છે. આજે તા. 22મે ગુરુવારે દાહોદ અને ધોળકામાં બે અકસ્માતમાં કુલ ચાર લોકોનાં મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. દાહોદ જિલ્લાના ફતેપુરાના હિંગલામાં ડીજેનો ટેમ્પો પલટી જતા બે લોકો મોતને ભેટયા હતા, જ્યારે ધોળકામાં ગ્રામ્ય વિસ્તારમાં ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં કરુણ મોત થયા હતા.

