બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય ફિલ્મ 'ભૂતની' પછી જોરદાર વાપસી કરવા માટે તૈયાર છે. મૌની રોય ટૂંક સમયમાં જ એક જાસૂસી થ્રિલર ફિલ્મ 'સલાકાર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ જિયોહોટસ્ટાર પર રિલીઝ થશે. હવે આ ફિલ્મને લઈને એક મોટી અપડેટ પણ સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ અજીત ડોભાલ પર આધારિત છે.

