
Dwarka News: ભારતનો ધનાઢ્ય અંબાણી પરિવાર દ્વારકાધીશની શરણે પહોંચ્યો છે. રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા અંબાણી દ્વારકા મંદિર ખાતે પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના 3 સદસ્યો બાળકો સાથે પહોંચ્યા ભગવાન દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે.
રિલાયન્સના માલિક મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન અને પુજન કર્યા હતા. દ્વારકાધીશ મંદિર ખાતે રાજભોગના પણ દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીએ અંબાણી પરિવારના સદસ્યોને ભગવાન દ્વારકાધીશના પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા હતા. અંબાણી પરિવારના સદસ્યોએ દ્વારકાધીશજીની ધ્વજાનું પણ પૂજન કર્યું. કલેકટર તેમજ દ્વારકાના એસડીએમ દ્વારકાધીશના સમિતિના વહીવટદાર દ્વારા મુકેશ અંબાણીને દ્વારકાધીશ મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું.