એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ અચાનક બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી. અમદાવાદની આ મોટી ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ આ ઘટના અંગે સત્તાવાર જણાવ્યું કે, અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુઃખદ ઘટનામાં ભારત સરકાર- ગુજરાત સરકાર જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવે છે. દુર્ઘટનાની 10મી મિનિટે કેન્દ્ર સરકારમાં જાણ થતાં જ અહીં તમામ અધિકારીઓ સાથે વાત કરી. પીએમ મોદીએ પણ ફોન કરીને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી સૂચનાઓ આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ કર્યું. 230 પ્રવાસીઓ, અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. એમાંથી 1 પ્રવાસીનો બચાવ થયો છે. જેને હું મળી આવ્યો છું. ડીએનએ પરીક્ષણ બાદ અધિકૃત રીતે સત્તાવાર જાહેરાત થશે. બચાવ થયેલા પ્રવાસીને હું મળીને આવ્યો છું.

