- કાગળ પરના પંખી ટહુકયાં
“લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ” કેફેમાં ગીત વાગતું હતું અને બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો...૪૨ વર્ષની રુજલ રાહ જોઈ રહી હતી કે ક્યારે વરસાદ બંધ થાય અને ક્યારે એનું લેકચર આપવા પુના પહોચે. રુજ્લ એક હોમિયોપેથીની ડોક્ટર હતી. એમ.ડી. કરીને એ પ્રાયવેટ કલીનીકમાં એની પ્રેક્ટીસ કરી રહી હતી અને એની પ્રેક્ટીસ સારી પણ ચાલી રહી હતી. એક વેઈટર આવીને રુજ્લને પૂછે છે કે ચા - કોફી લાવું અને રુજ્લ કહે છે કે આદુવાળી ચા લઇ આવો... બહાર પડતાં વરસાદને જોઇને એને ખબર તો પડી જ ગઈ હતી કે હવે ચાર-પાંચ કલાક આ જ જગ્યા એમનો મુકામ હતી. એણે વિચાર્યું કે જે લેકચર આપવાનું છે એના વિષે ફરી થોડું વાંચી લે અને એણે પુસ્તક કાઢ્યું વાંચવા અને બે-ચાર પાનાં વાંચ્યા હશે અને એટલામાં એક માણસ આવીને કહે છે કે EXCUSE ME હું આ chair પર બેસી શકું અને રુજ્લ જોયા વગર કહી દે કે SURE.. પણ જેવું જ એ વ્યક્તિને જુએ એ સ્તબ્ધ થઇ જાય.. સામેવાળો વ્યક્તિ હતો રિષભ.... અને જાણે ખરી વીજળી તો રુજ્લ પર હવે પડી... રુજ્લ અને રિષભ આજે આઠ - આઠ વર્ષ પછી મળી રહ્યા હતાં, બંને બહુ ઓકવર્ડ ફિલ કરી રહ્યા હતાં કે શું બોલે?
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.