Home / GSTV શતરંગ : Remedies for Missing Digits in Low Shu Grid Shaili Jani

શતરંગ / લો શુ ગ્રીડ: લો શુ ગ્રીડમાં ખૂટતા અંક માટેના ઉપાયો

શતરંગ / લો શુ ગ્રીડ: લો શુ ગ્રીડમાં ખૂટતા અંક માટેના ઉપાયો
રેક વ્યક્તિની લો શુ ગ્રીડમાં કોઇને કોઇ અંક ખુટતો જ હોય છે. અંકશાસ્ત્ર અને લો શુ ગ્રીડ મુજબ જે સંખ્યા આપણી જન્મતારીખમાં ખુટતી હોય, તે અંકને લગતી બાબતો, વિશેષતાઓનો આપણા જીવનમાં અભાવ રહેતો હોય છે અથવા તો એ બાબતોને લઈને જિવનમાં ક્યાંકને ક્યાંક અડચણ આવ્યા કરતી હોય છે. જો તમારી લો શુ ગ્રીડમાં કોઈ અંક ખૂટતો હોય તો તેને લગતા ઉપાય કરવાથી તમને લાભ મળી શકે છે અને તમારી જન્મતારીખમાં ખૂટતા અંકોની શુભ અસર મેળવી શકો છો.
 
અહીં આ લેખમાં ખુટતા અંકોની લાક્ષણીકતાઓ તથા તેની શુભ અસરોને લોશુ ગ્રીડમાં સામેલ કરવા માટેના કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેને અપનાવવાથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. અહીં ફોટામાં ઉદાહરણ તરીકે લીધેલ તારિખ – ૧૫/૦૨/૧૯૮૩ની ગ્રીડમાં અંક ૪ મીસીંગ છે. એ જ રીતે તમારી લો શુ ગ્રીડનો ખુટતો અંક શોધી લો. અને તેને સંબંધી અહીં જે ઉપાય વર્ણવ્યા તેમાંથી જેટલા ઉપાયો આપને અનુકુળ હોય તે કરી જુઓ. 
 
(ખુટતા અંકોની અસર અલગ અલગ જન્મતારિખ ધરાવનાર વ્યક્તિઓ પર અલગ અલગ હોઇ શકે છે. ખુટતા અંકોની સાથોસાથ લો શુ ગ્રીડમાં અન્ય કયા અંકોની હાજરી છે, કયા અંકો પુનરાવર્તિત થાય છે તથા કોઇ રાજયોગ બને છે કે કેમ તેના આધારે વ્યક્તિગત ફળકથન વધુ ચોકસાઇપુર્વક થતું હોય છે.)
 
અંક 1  
 
આ અંકનો સ્વામી સૂર્ય છે. 
 
અંક 1ની કમી ધરાવતા જાતકની લાક્ષણીકતાઓ: 
 
  • જે લોકોની જન્મતારીખમાં આ નંબર નથી હોતો તેમને આગળ વધવા માટે સતત કોઈની મદદની જરૂર પડ્યા કરે છે. આવા લોકોને તેમની કારકિર્દી  ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા જાતકોને કરિયર પસંદ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
  • આવા લોકોમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે.
  • આવા લોકોમાં અહંકાર હોતો નથી
  • આવા લોકો અંતર્મુખી હોય છે.
  • તેઓ પોતાના મંતવ્યો કે મનોભાવોને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી. 
અંક 1 ખુટતો હોય તેના માટેના ઉપાયો: 
  • રોજબરોજના જીવનમાં નંબર 1 ને વારંવાર પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરો જેમ કે ઘર નંબર, મોબાઈલ નંબર, વાહન નંબર વગેરેમાં ૧ અંક આવે એવા પ્રયાસ કરો.
  • ઉત્તર દિશામાં એક્વેરિયમ રાખો.
  • સૂર્યને જળ અર્પણ કરવું અને સૂર્ય મંત્રનો જાપ કરવો.
  • મેટલ ફ્રેમમાં વહેતા પાણીનું ચિત્ર લગાવો.
  • રવિવારે કેસરી રંગના કપડાં પહેરો.
  • તમારા જમણા કાંડા પર લાલ દોરો બાંધી રાખો.
  • સૂર્ય યંત્રની પૂજા કરો.
અંક 2  
 
આ અંકનો સ્વામી ચંદ્ર છે. 
 
અંક 2ની કમી ધરાવતા જાતકની લાક્ષણીકતાઓ: 
 
  • આ જાતકોને પ્રેમ સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • આવા જાતકમાં જન્મજાત શક્તિ અને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે.
  • આવા લોકો વધુ પડતી કલ્પનાઓમાં રાચે છે.
  • જીવનમાં સ્થિરતા અને ધીરજનો અભાવ જોવા મળે છે.
  • આવા લોકો સમયપત્રક અનુસાર કામ કરી શકતા નથી.
અંક 2 ખુટતો હોય તેના માટેના ઉપાયો: 
 
  • સોમવારે સફેદ વસ્ત્રો પહેરવા.
  • પીવાના પાણી માટે ચાંદીના ગ્લાસનો ઉપયોગ કરવો.
  • ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં હંસની જોડીનું ચિત્ર રાખવું.
  • શિવલિંગ પર દૂધ ચઢાવો. શિવ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળશે.
અંક 3  
 
આ અંકનો સ્વામી ગુરુ છે. 
 
અંક 3ની કમી ધરાવતા જાતકની લાક્ષણીકતાઓ: 
 
  • આવા જાતક પોતાની સમજદારીથી નિર્ણય લેવામાં સક્ષમ નથી હોતા.
  • ભાગ્ય તમારો સાથ ઓછો આપે છે. જેના કારણે જીવનના દરેક કાર્યમાં પ્રગતિ કરવામાં અડચણ આવે છે. 
  • કારકિર્દીમાં સફળતા મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડે છે.
  • ઓછા આત્મવિશ્વાસને કારણે તેઓ ખૂબ જ ઝડપથી વિચલિત થઈ જાય છે. 
અંક 3 ખુટતો હોય તેના માટેના ઉપાયો:
 
  • ગળામાં હળદરની માળા પહેરવી.
  • પૂર્વ દિશામાં લાકડાની ગોળ ઘડિયાળ રાખો.
  • ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો.
  • ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી.
  • કેસરનું તિલક લગાવવુ.
  • કોઈપણ હાથમાં 3 પિત્તળ અથવા સોનાની બંગડીઓ પહેરો. 
  • તમારા શિક્ષકો અને વડીલોનો આદર કરો.
  • પૂર્વ દિશામાં છોડ અને વૃક્ષો વાવો. 
  • હંમેશા તમારી સાથે લાકડાની પેન રાખો.
  • ઘરની પૂર્વ દિશામાં લાકડાની બનેલી 5,6 અથવા 9 પાઇપની વિન્ડ ચાઈમ લટકાવો, જો તેને લાલ રંગની રિબનની મદદથી બાંધશો, તો વધુ ફાયદાકારક રહેશે.
બાકીના અંકો વિશેની માહિતી આગામી અંકોમાં મેળવીશું. ત્યાં સુધી વાંચતા રહો GSTV પરના અન્ય રસપ્રદ લેખો! આપનો દિવસ મંગલમય રહે.
 
- શૈલી જાની

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.