રાજકોટ શહેરની 10 નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી છે. ફાઈવ સ્ટાર હોટલ, ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, કાવેરી ભાભા, સિઝન્સ હોટલ અને ગ્રાન્ડ રેજન્સી હોટલ સહિતની હોટલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 12:45 વાગ્યે ધમકી ભર્યો મેઈલ મળતા જ પોલીસ દોડતી થઈ છે અને હોટલ્સમાં તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ્સમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે હવે હોટલમાં બોમ્બની ધમકી મળી છે.

