સુરત મહાનગર પાલિકા દ્વારા જીરો દબાણની પોલિસી અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સરથાણા વિસ્તારમાં સોસાયટીનો ગેટ ગેરકાયદે જગ્યા પર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ ગેટનું ડિમોલિશન કરવા પહોંચેલા પાલિકા કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મોટી સંખ્યામાં એકઠી થઈ ગયેલી મહિલાઓ સહિતનાએ જેસીબી મશીનને ઘેરી લીધું હતું.

