સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડનાર કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ભરીમાતા ફૂલવાડી રોડ ખાતેથી ઝડપી લીધો હતો. મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો.

