સુરતના ઉધના દરવાજા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી દાતાઓ તરફથી શ્રીકાંત મૂવીના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણના સિનેમા હોલ ખાતે યોજાયેલા આ શોમાં અલગ અલગ ધર્મના અગ્રણીઓ, ડોકટર્સ, ઉદ્યોગપતિઓ અને વૈશાલી ધાણાની, દીપક ગજ્જર અને કિરણ ખોખાણી જેવા આજના ઇન્ફ્લુએન્ઝર પણ જોડાયા હતા.

