બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઇને ખૂબ લાંબી રાહ જોવી પડી છે. આજે ઉમેદવારના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, ભાજપે છેલ્લી ઘડીએ વાવ બેઠક પરથી સ્વરૂપજી સરદારજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતને આપવામાં આવી ટિકિટ
કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું સૌથી ઉપર હતું. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડી ચૂક્યા છે સ્વરૂપજી ઠાકોર
ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.