દરિયામાં માછીમારી કરવા ગયેલી ભક્તિ સાંઈ ફિશીંગ બોટમાં પાંચ માછીમારો ફસાઈ ગયા હતાં. જેની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર રેસક્યુ માટે પહોંચ્યા હતાં. પ્રથમ પ્રયાસમાં ત્રણ માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા હતાં. બીજા ચક્કરમાં કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર બોટમાં ફસાયેલા બે માછીમારોને બચાવી દમણ લવાયા હતાં. સ્ટેશનની તબીબી ટીમે બચાવેલા લોકોને વધારાની સંભાળ અને સમર્થન માટે સ્થાનિક સત્તાવાળાઓને સોંપવામાં આવે તે પહેલાં વધુ પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.

